શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ - ૨૪ ના પ્રવેશ શરૂ…
About Us
શિક્ષણ ક્ષેત્રે સદા પ્રગતિના શિખરો સર કરતું એક માત્ર નામ એટલે બરોડા હાઈસ્કૂલ…સંસ્કારી નગરી વડોદરામાં સ્થિત બરોડા હાઈસ્કૂલ શિક્ષણ જગતમાં ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવે છે, જે બરોડા લાયન્સ ક્લબ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. બરોડા હાઈસ્કૂલની પાંચ જુદી જુદી શાળાઓ વડોદરાના જુદા જુદા વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવા આપી રહી છે. જેમાંથી એક માત્ર દંતેશ્વર શાળામાં ગુજરાતી માધ્યમ કાર્યરત છે.


From Principal's Desk
વર્ષ 2022 – 23 શૈક્ષણિક વર્ષમાં આપ સૌનું સ્વાગત કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવ છું.
મિત્રો, માનવ સમાજને જો સૌથી મૂલ્યવાન અને નિષ્ઠાવાન બનાવવું હોય તો શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ જ એવું માધ્યમ છે જે સમાજમાં પરિવર્તન લાવી શકે છે જેના માટે મુખ્ય આધાર સ્તંભ વિદ્યાર્થી, શિક્ષક અને વાલી. હવેની શિક્ષણ પ્રણાલી મુજબ ત્રણેયના સહકાર અને સંકલન વગર પરિવર્તન શક્ય નથી.