Facilities (સુવિધાઓ)

શાળામાં વિવિધ આધુનિક સુવિધાઓ

દ્રશ્ય શ્રાવ્ય ખંડ

પ્રોજેક્ટર સાથે ઓડિયો વીડિયો સિસ્ટમની સુવિધા ધરાવતો દૃશ્ય શ્રાવ્ય ખંડ

કમ્પ્યૂટર લેબ

બે આધુનિક કમ્પ્યૂટર લેબ જેમાં દરેક બાળક દીઠ કમ્પ્યૂટરની સુવિધા

ચિત્રકલા ખંડ

વિશાળ રૂમની સુવિધા

સંગીત ખંડ

સંગીતના વિવિધ સાધનો જેમ કે તબલા,ઢોલક, હાર્મોનિયમ વગેરેથી સુસજજ સંગીત માટેનો અલાયદો ખંડ

પુસ્તકાલય

શાળાનું પુસ્તકાલય એ શાળાનો અરીસો હોય છે! અરીસાના પ્રકાર પ્રમાણે જેમ એમાં જુદા જુદા પ્રતિબિંબ દેખાય તેમ અમારી શાળા ‘બરોડા હાઇસ્કુલ દંતેશ્વર’નું પુસ્તકાલય પણ કંઈક અલગ જ આભા ધરાવે છે.
પુસ્તકાલયમાં પ્રવેશ કરતાની સાથે જ ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા ગોઠવેલી છે.આરામદાયક, સુઘડ અને હવાની અવરજવર ધરાવતી બેઠક વ્યવસ્થા જોઈને જ વાંચન કરવાનું મન થઈ જાય તેમ છે.
લગભગ 8000 થી વધુ પુસ્તકો ધરાવતા આ પુસ્તકાલયમાં સ્નેહ થી ધોરણ 12 સુધીના અભ્યાસક્રમ ને લાગતા પુસ્તકોની સાથે અનેક સંદર્ભ ગ્રંથો પારદર્શક કાચના કબાટમાં સચવાયેલ છે.
શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ પોતાને જરૂરી એવા સંદર્ભ પુસ્તકો પુસ્તકાલયમાંથી ખૂબ જ આસાનીથી મેળવી શકે છે.
અભ્યાસક્રમના પુસ્તકોની સાથે સાથે અહીં બાળવાર્તાઓ ,બોધકથાઓ ,નૈતિક મૂલ્યો ધરાવતી વાર્તાઓ ,ધાર્મિક ગ્રંથો ઐતિહાસિક પુસ્તકો, ગણિત -વિજ્ઞાન સંબંધી પુસ્તકો, વિશ્વકોશ તેમજ વ્યક્તિત્વ વિકાસને લગતા પુસ્તકોથી શોભતો આ વર્ગ સમગ્ર શાળાની યશકલગી સમાન છે.
પુસ્તકાલયમાં શાંતિ જળવાઈ રહે તે માટેના સૂચનો તેમજ ગ્રંથપાલની કુનેહથી પુસ્તકાલય તેનો સાચો અર્થ પ્રગટ કરે છે.
ખરેખર ,અમારી શાળાના પુસ્તકાલય વિશે અમને ખૂબ ગર્વની લાગણી અનુભવાય છે.

જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન પ્રયોગશાળા

જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન માટેની અલગ અલગ પ્રયોગશાળા

ઓડિટોરિયમ

સી.સી.ટી.વી કેમેરા

બાળકોની સલામતી માટે સમગ્ર શાળા તેમજ શાળા પરિસરને સી.સી.ટી.વી. થી સુસજ્જ કરેલ છે.

વિશાળ વર્ગખંડો

બાળકો મોકળાશ અનુભવે તેવા બાળસુલભ વર્ગખંડો.

રમત ખંડ

બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ રમત – ગમતના સાધનોથી સુસજ્જ રમત ખંડ તેમજ મેદાન કે જેમાં વોલીબોલ, ફૂટબોલ, હોકી, ખો – ખો જેવી રમતો આવરી લીધેલ છે.

સ્માર્ટ બોર્ડ

સ્માર્ટ બોર્ડ ઇન્ટરેક્ટિવ ક્લાસ બનાવે છે તેની ટચસ્ક્રીનને કારણે, એક સાથે અનેક વિદ્યાર્થીઓ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી શકે છે. આનો અર્થ એ છે કે તેઓ એકબીજા સાથે સમસ્યાને ઉકેલવા માટે સાથે મળીને કામ કરી શકે છે.

અટલ ટિંકરીંગ લેબ (ATL)

જેમાં બાળકો પોતાના નવીન વિચારોને અમલમાં મુકીને નવા – નવા અવનવા સ્વયં સંચાલિત સાધનો બનાવે છે. આ શાળામાં બાળકોને પોતાનો સર્વાંગી વિકાસ સાધવા માટે પદવીધર અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે.

વોકેશનલ કોર્સ

ખેતી, સિવણ, બ્યુટીપાર્લર તેમજ ઈલેક્ટ્રીકલ કોર્સની સુવિધા.

R.O. પ્લાન્ટ અને કૂલર

શાળા ઉત્તમ પર્યાવરણીય સંતુલન ધરાવે છે. પાણીની સગવડતા માટે કૂવો,બોરની સુવિધા પણ છે. વળી પાણીના શુદ્ધિકરણ માટે દસ R.O. પ્લાન્ટ અને કૂલરની સુવિધા છે, જેથી બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી શકે. તેની સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે રિચાર્જ બોર પણ કરવામાં આવેલ છે. શાળામાં વિદ્યુત ઊર્જાના બચાવના ભાગરૂપે 25 KVની સોલાર પેનલ નાખવામાં આવી છે. આ સૌર ઊર્જાથી શાળામાં વીજ વપરાશ કરવામાં આવે છે.

શાળા એપ

શાળામાં FRCના આધારે ફીનું ધોરણ નિયત કરેલ છે. જેના દ્વારા પોષાય તેવી ફીમાં વિવિધ અદ્યતન સુવિધાનો લાભ બાળકોને આપવામાં આવે છે. જે તેઓ ઘર બેઠા ફી ભરી શકે તે માટે શાળા એપ દ્વારા ઓનલાઈન સુવિધા આપેલ છે.

અન્ય સુવિધાઓ :

આમ, વિસરાતી માતૃભાષાને જીવંત રાખી ગુજરાતી માધ્યમના બાળકોને ગુણવત્તાસભર ભણતર સાથે જીવનમૂલ્યોના પાઠ ભણાવતી, અદ્યતન સુવિધા સહિતની વિશ્વસનીય શાળા એટલે જ દંતેશ્વર સ્થિત બરોડા હાઈસ્કૂલ…!