Curriculum

નવી શિક્ષણનીતિ 2020 પર આધારિત શાળા અભ્યાસક્રમ અને મૂલ્યાંકન

(૧) પાયાનો તબક્કો – પૂર્વ પ્રાથમિક વિભાગ (સ્નેહ થી ધોરણ 2)

બાળકના ઘરથી શાળામાં સંક્રમણને સરળ અને સક્ષમ બનાવવા માટે પ્રવૃત્તિમય અને રમત આધારિત શિક્ષણ અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે. અમે બાળકોને તેમને જીવનના પ્રાથમિક હાથવેતના, સ્વ અનુભવો પ્રદાન કરીએ છીએ. તેમના મોટા સ્નાયુઓનો વિકાસ કૌશલ્ય, ભાષા કૌશલ્ય, સામાજિક કૌશલ્ય, ભાવનાત્મક કૌશલ્ય, વ્યક્તિગત કૌશલ્ય અને બૌદ્ધિક કૌશલ્ય વિકસાવવામાં મદદ કરે છે. આ કૌશલ્યોનો વિકાસ તેમને તણાવમુક્ત શિક્ષણનું મંચ પૂરું પાડે છે. બાળક જાતે બનાવી શકે તેવા પ્રોજેક્ટ કાર્યો, સહ – અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્વિક પ્રવૃત્તિઓ, પર્યટન અને મુલાકાતો, કમ્પ્યૂટર સાક્ષરતા બાળકને અંક અનન્ય વ્યક્તિ તરીકે ઘડવામાં મદદ કરે છે. અને તેને વ્યાપક ક્ષમતા પ્રદાન કરે છે.

(૨) પ્રાથમિક વિભાગ

આ પછીનો તબક્કો એ પ્રાથમિક શાળા છે જેમાં વિદ્યાર્થી રોજિંદા જીવનના કૌશલ્યો શીખે છે જે તેને આજુબાજુના પર્યાવરણનું અવલોકન, તેને લગતા પ્રયોગો અને નિર્ણયો લેવા પ્રેરે છે. જે તેને એકાગ્રતા, સંકલન, સ્વતંત્રતા અને સંકલનની ભાવના વિકસાવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓને યોગ્ય રીતે કમ્પ્યૂટર જ્ઞાન આપવામાં આવે છે. જે તેમને તકનીકી અને પ્રોજેક્ટ આધારિત શિક્ષણ માટે મદદરૂપ થાય છે. આ તમામ કૌશલ્યો અને ક્ષમતાઓ તેમને વ્યક્તિગત અથવા જૂથમાં કાર્ય કરવામાં, વધુ સારી રીતે વિચારોના આદાન-પ્રદાનમાં અને શિક્ષણના ઉચ્ચ સ્તર સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. પ્રાથમિક વિભાગમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ને અનુસરી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને મૂલ્યાંકનમાં ઉલ્લેખનીય બદલાવ સાથે કાર્ય થાય છે.

(૩) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ

બાળક જ્યારે એના ઉપલા તબક્કામાં પ્રવેશે છે તેમ તેમની કલ્પનાશક્તિ વધે છે અને તેઓ અમૂર્ત રીતે રજૂ કરાયેલા ખ્યાલોને સરળતાથી શીખી લે છે. પ્રોજેક્ટ આધારિત અધ્યયન વિદ્યાર્થીઓને વર્ગખંડની પરિસ્થિતિમાંથી બહાર કાઢીને શીખવાના પ્રાયોગિક પરિસ્થિતિના ખ્યાલો દ્વારા અભ્યાસને વધુ અર્થપૂર્ણ બનાવે છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા નિર્દેશિત મૂલ્યાંકન પદ્ધતિને અનુસરાય છે.

 

શૈક્ષણિક અભ્યાસ, સહ – અભ્યાસિક અને રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા નીચેના હેતુઓ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

💐 બાળકો સ્વતંત્ર અને તાર્કિક રીતે વિચારવાનું શીખે છે.

💐 તેઓ સમસ્યાઓને ઓળખવા, સમજવા અને ઉકેલવામાં સક્ષમ બને છે.

💐 તેઓ તકનીકી સમજ અને વૈજ્ઞાનિક સ્વભાવ સાથે પોતાના કૌશલ્યો વિકસાવે છે.

💐 તેઓ પોતાની છુપાયેલી પ્રતિભા અને સર્જનાત્મકતાને શોધી તેને વિકસાવવા માટે સક્ષમ બને છે.

💐 તેઓ પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવતા શીખે છે.

💐 તેઓ સમાજમાં અન્યાય સામે લડવાની ક્ષમતા વિકસાવવા જરૂરી શ્રમનું ગૌરવ, સામાજિક સંવેદનશીલતા અને કરુણા પ્રાપ્ત કરે છે.

💐 તેઓ દેશભક્તિનું ગૌરવ કેળવી આપણી સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યો પ્રત્યે ઊંડી સમજ વિકસાવી વફાદારી કેળવવાનું શીખે છે, જે સમાજને એક સાથે રાખે છે અને રાષ્ટ્રને પોતાની વિશિષ્ટ ઓળખ આપે છે.

વાર્ષિક અભ્યાસક્રમ