બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર, ગુજરાતી માધ્યમ ખાતે વિવિધ આધુનિક સુવિધાઓ જેમ કે ત્રણ સાઉન્ડ પ્રૂફ એ.વી.રૂમ, બે આધુનિક કમ્પ્યૂટર લેબ જેમાં દરેક બાળક દીઠ કમ્પ્યૂટરની સુવિધા, આર્ટ અને ક્રાફટ રૂમ, મ્યુઝિક રૂમ, વિવિધ રમત – ગમતના સાધનોથી સુસજ્જ સ્પોર્ટ્સ રૂમ, વિવિધતમ આઠ હજારથી વધુ પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી તેમજ ધોરણ 3 થી 10 માટે અલગ અને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે અલગ બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી લેબની વ્યવસ્થા છે. અદ્યતન સુવિધા ધરાવતું ઓડિટોરિયમ તેમજ સી.સી. ટી.વી કેમેરાથી સજ્જ વિશાળ વર્ગખંડો પણ સમાવિષ્ટ છે. ઉપરાંત સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ટી.વી દ્વારા પણ વિષયોને વધુ રસપ્રદ રીતે શીખવવામાં આવે છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ATL લેબ, વોકેશનલ ટ્રેનિંગનો સમાવેશ કરેલ છે. સાથે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રમત ગમતના વિવિધ મેદાન કે જેમાં વોલીબોલ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ,હોકી ગ્રાઉન્ડ, ખો – ખો ગ્રાઉન્ડ પણ આવરી લીધેલ છે. આ સાથે બાળકોની સલામતી માટે સમગ્ર શાળા તેમજ શાળા પરિસરને સી.સી. ટી.વી થી સુસજ્જ કરેલ છે.કે.જી વિભાગના બાળકો માટે પણ તેમની વય કક્ષા મુજબ વિવિધ રમતોના સાધનો, શૈક્ષણિક સાધનો, સેન્ડપીટ, પ્લે એરિયાની સુવિધા પણ છે. આ શાળામાં બાળકોને પોતાનો સર્વાંગી વિકાસ સાધવા માટે પદવીધર અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે. સમયાંતરે વાલી શિક્ષક મીટીંગ દ્વારા વાલીઓને શાળા પરિવારનું અભિન્ન અંગ બનાવી બાળકોના વિકાસમાં સહભાગી બનાવવામાં આવે છે. શાળા પોતાની એપ ધરાવે છે, જેથી વાલી સાથે સરળતાથી જોડાઈ શકાય. આમ, ટેકનોલોજીનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવે છે.
આ શાળામાં નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ પ્રવૃત્તિ સાથેના ભણતર પર ભાર મૂકવામાં આવે છે, એટલે કે learning by doing. આ સાથે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે ખાસ પ્રકારના વોકેશનલ કોર્સનું પણ આયોજન કરવામાં આવે છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહાવીર ફાઉન્ડેશન દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. કોવિડની પરિસ્થિતિ દરમ્યાન શાળા દ્વારા શ્રમ મંદિર,રામકૃષ્ણ મિશન,બરોડા કાઉન્સિલ સેન્ટર, બાળ કલ્યાણ અને આશાદીપ જેવી સામાજિક સંસ્થાઓમાં શૈક્ષણિક વિડિયો મોકલી ત્યાંના બાળકોને સહાયરૂપ બનવાનો સફળ પ્રયત્ન પણ કરવામાં આવેલ હતો. વળી શાળામાં
FRC ના આધારે ફીનું નિયમન કરવામાં આવે છે. જેના દ્વારા પોષાય તેવી ફી માં વિવિધ અદ્યતન સુવિધાનો લાભ બાળકોને આપવામાં આવે છે.
આ સાથે શાળા ઉત્તમ પર્યાવરણીય સંતુલન ધરાવે છે. પાણીની સગવડતા માટે કૂવો,બોરની સુવિધા પણ છે. વળી પાણીના શુદ્ધિકરણ માટે દસ R.O. પ્લાન્ટ અને કૂલરની સુવિધા છે, જેથી બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી શકે.તેની સાથે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે રિચાર્જ બોર પણ કરવામાં આવેલ છે.શાળામાં વિદ્યુત ઊર્જાના બચાવના ભાગરૂપે 25 KV ની સોલાર પેનલ નાખવામાં આવી છે. આ સૌર ઊર્જાથી શાળામાં વીજ વપરાશ કરવામાં આવે છે.
આમ,વિસરાતી માતૃભાષાને જીવંત રાખી બાળકોને ભણતર સાથે જીવનમૂલ્યોના પાઠ ભણાવતી જૂની અને વિશ્વાસનીય શાળા એટલે જ દંતેશ્વર સ્થિત બરોડા હાઈસ્કૂલ…!