Admission Process

શાળામાં પ્રવેશ મેળવવા બાબત

૧) ચાલુ વર્ષે શાળામાં પ્રવેશ આપવાની શરૂઆત નીચે પ્રમાણે વર્ગવાર કરવામાં આવશે.

  • સ્નેહ -ડિસેમ્બર જાન્યુઆરી
  • જુ.કે.જી ,સી.કે.જી.-એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી 
  • પ્રાથમિક વિભાગ-એપ્રિલ મે
  • માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક- સરકારના ધારાધોરણ અનુસાર

૨) સ્નેહથી ધોરણ-7 માં પ્રવેશ મેળવવા માટે શાળાના આચાર્યાને અરજી આપવાની રહેશે.

  • સ્નેહ, જુ.કે.જી અને સી.કે.જી. માં પ્રવેશ મેળવવા માંગતા વિધ્યાર્થીઓએ જન્મના પ્રમાણપત્રની નકલ આપવાની રહેશે.
  • ધોરણ-1 થી 8 માં પ્રવેશ મેળવવા માંગતા વિધ્યાર્થીઓએ તેમણે છેલ્લે જે શાળામાં પરીક્ષા આપી હોય તેના ગુણપત્રક તથા શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ આપવાની રહેશે. જો વિધ્યાર્થી ગુજરાત બહારથી આવતો આવતી હોય તો તેણે શાળા છોડયાના પ્રમાણપત્ર પર તે જે-તે શહેરમાંથી આવતો હોય તે શહેરના સ્કુલ ઇન્સ્પેકટરના સહી સિક્કા લેવડાવવાના રહેશે.
  • ધોરણ-10માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિધ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની પરવાનગી લેવાની રહેશે.

 ૩) પ્રવેશ મેળવવા માટેના માપદંડ

  • યોગ્ય ઉંમર
  • શાળાના ધારાધોરણ મુજબ મેડીકલ યોગ્યતા
  • વિધ્યાર્થીના ઘરથી શાળાનુ સાનિધ્ય.
  • શાળામાં પ્રવેશ મેળવવા માટે કરેલ અરજી એ શાળામાં પ્રવેશની ખાતરી આપતી  નથી. વર્ગમાં જગ્યા ખાલી હશે તો જ પ્રવેશ આપવામાં આવશે.
  • પ્રવેશ ફોર્મમાં માહિતી અધૂરી અથવા ખોટી જણાશે તો પ્રવેશ રદ કરવામાં આવશે.
  • શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ જો વિધ્યાર્થી શાળાની બીજી કોઇ શાખામાં પ્રવેશ મેળવવા ઇચ્છે તો તેના એ પ્રયત્નન નવો જ પ્રયત્ન ગણવામાં આવશે. શાળાની એક શાખા માંથી બીજી શાખામાં સીધો જ પ્રવેશ આપવામાં આવતો નથી.
  • પ્રવેશ અંગેની કોઇપણ બાબતે શાળાનો નિર્ણય આખરી ગણાશે જે અરજદારને બંધનકર્તા રહેશે.

શાળા છોડવા બાબત

૧) વિધ્યાર્થીએ શાળા છોડવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર માંગતુ શાળાનું વિગતવાર ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ  શાળામાં એક મહિનાના નોટીસ સમય સાથે અથવા જાતે ફી સાથે જમા કરાવવાનું રહેશે.

૨) શાળા છોડવા માટેની અરજી કરતા પહેલા વાલીઓએ દરેક પ્રકારના બાકી નીકળતા નાણાં ભરી દેવાના રહેશે.

૩) જે વિધ્યાર્થીએ શાળા છોડયાના પ્રમાણપત્ર મેળવવાની અરજી એપ્રિલ મહિનામાં કરી હશે. તેને મે મહિનામાં શાળા  છોડયાનું પ્રમાણપત્ર શાળાના ગુણપત્રક આપવાના દિવસે જ  આપવામાં આવશે.

 

ફી ભરવા અંગેની વિગત

ફી ભરવાનું માળખું : ઓનલાઈન શાળાએપ દ્વારા જ ભરાશે.