દુષ્યંત દેસાઈ
આચાર્ય
વર્ષ ૨૦૨૪ – ૨૫ શૈક્ષણિક વર્ષમાં આપ સૌનું સ્વાગત કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવ છું.
મિત્રો, માનવ સમાજને જો સૌથી મૂલ્યવાન અને નિષ્ઠાવાન બનાવવું હોય તો શિક્ષણ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ જ એવું માધ્યમ છે જે સમાજમાં પરિવર્તન લાવી શકે છે જેના માટે મુખ્ય આધાર સ્તંભ વિદ્યાર્થી, શિક્ષક અને વાલી. હવેની શિક્ષણ પ્રણાલી મુજબ ત્રણેયના સહકાર અને સંકલન વગર પરિવર્તન શક્ય નથી.
હાલ શિક્ષણમાં પણ મોટાપાયે પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે જે લાંબા સમય સુધી રહેશે. જે વિદ્યાર્થી, શિક્ષક કે વાલી આ પરિવર્તનને સ્વીકારી નવું શીખવા પ્રેરાશે એ આધુનિક શિક્ષણને અપનાવીને પોતાના ઉચ્ચતમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સક્ષમ બની શકશે.
આવો… આ પરિવર્તનના માર્ગને સહર્ષ અપનાવીએ, ‘કર્મણ્યે વાધિકારસ્તે’ ને અપનાવી આપણું કર્મ તો કરીએ જ… ફળ પરમેશ્વર પર છોડીએ…!
શુભેચ્છાસહ…