
પ્રગતિની ઉડાન
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા આયોજિત સંકુલ કક્ષાનું ગણિત – વિજ્ઞાન પ્રદર્શન : ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. જેમાં SVS-6 ગ્રુપની વિવિધ શાળાઓ દ્વારા ૫૧ જેટલી કૃતિઓ મૂકવામાં આવેલી હતી. તેમાં વિભાગ -૪(A)માં બરોડા હાઈસ્કૂલ,દંતેશ્વર (ગુજરાતી માધ્યમ)ની કૃતિ-સુરક્ષિત ઉડાનથી શાળાની વિદ્યાર્થીનીઓએ ઉડાન ભરીને પ્રથમ ક્રમાંક મેળવેલ છે જે બદલ શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે અને પુરી ટીમને અભિનંદન પાઠવે છે.
વિધાર્થીનીઓનું નામ: મિસ્ત્રી માહી, જાધવ અક્ષરા
માર્ગદર્શક: અંજલી દવે