“પરિશ્રમ એક એવી ચાવી છે, જે સપનાને હકીકતમાં ફેરવે છે.” આ પંક્તિને સાચા અર્થમાં શાળા પરિવારની વિદ્યાર્થીનીઓએ સાબિત કરી બતાવેલ છે.✨
કલામહાકુંભ ૨૦૨૫-૨૦૨૬ની ઝોનલ સ્તરની રાસગરબા સ્પર્ધામાં બરોડા હાઈસ્કૂલ, દંતેશ્વર (ગુજરાતી માધ્યમ)ની તેજસ્વી વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું છે.🥇🏆
આ સિદ્ધિ માત્ર વિજયની ઘોષણા નથી, પરંતુ તેમાં વિદ્યાર્થીઓની અવિરત મહેનત, ગુરુજનોની સચોટ માર્ગદર્શન અને શાળાએ પૂરું પાડેલું મજબૂત મંચ એમ સૌની સંકલિત યાત્રાની સુંદર છાયા છે.🌸
શાળાના દરેક શિક્ષકવૃંદ તથા આયોજન પધ્ધતિ માટે અમે અંતઃકરણપૂર્વક આભારી છીએ, જેઓના અનંત સહકાર વિના આ સફળતા શક્ય ન બની હોત.
આ જીત એટલે માત્ર પુષ્પમાળાનો ત્યાગ નહિ, પણ શ્રમના ફળનું સુગંધિત ઉગમ છે.🌻