ધાત્રી જુનિયર કેજી માં હતી ત્યારથી જ નૃત્યમાં રુચિ ધરાવે છે. તેની આ રુચિને કારણે શ્રીમતી સપના શાહ (દીક્ષા એકેડમી) પાસેથી નૃત્યની તાલીમ મેળવવાની શરૂઆત કરી.
હાલમાં કુમારી ધાત્રીએ તારીખ ૨૮ જુલાઈના રોજ ભરતનાટ્યમના સાત વર્ષ પૂર્ણ કરી પોતાનું આરંગેત્રમ્ નો કાર્યક્રમ ફક્ત ૧૩ વર્ષની ઉંમરે પૂર્ણ કરેલ છે.
નૃત્યના આ સાત વર્ષના સમયગાળા દરમિયાન તેણે ગણેશ ઉત્સવ, દુર્ગાષ્ટમી, આંતરરાષ્ટ્રીય તેમજ રાજનૈતિક મહાનુભાવોની વડોદરાની મુલાકાત સમયે પોતાના નૃત્ય પ્રદર્શનથી સૌને મંત્રમુગ્ધ કરેલ છે.
યુનેસ્કોના વડાની વડોદરા મુલાકાત દરમિયાન ગરબાને યુનેસ્કોના સાંસ્કૃતિક નૃત્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું, તે સમયે પણ તેણીએ પોતાની નૃત્યની પ્રતિભાથી સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. આવનાર સમયમાં તે નૃત્ય ક્ષેત્રે આગળ વધી અનુસ્નાતકની પદવી મેળવશે. તેનું સપનું પોતાની નૃત્યશાળા શરૂ કરવાનું છે, જે માટે તે પૂર્ણતઃ કટિબદ્ધ છે. આવી પ્રતિભાશાળી કુમારી ધાત્રીને બરોડા હાઇસ્કૂલ, દંતેશ્વર પરિવાર અભિનંદન પાઠવે છે તેમજ તેની ઝળહળતી કારકિર્દી માટે શુભેચ્છાઓ…