

BDRSA (Baroda District Roller Skating Association) દ્વારા આયોજિત ગુજરાત રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા તા.૧૩/૦૨/૨૦૨૬ થી ૧૫/૦૨/૨૦૨૬ દરમ્યાન યોજાયેલ હતી. જેમાં બરોડા હાઇસ્કૂલ દંતેશ્વર (ગુજરાતી માધ્યમ), ધોરણ ૧ ની વિદ્યાર્થીની વૃષ્ટિ મોહિત પરમારે ભાગ લીધો હતો અને ૩૦૦ જેટલા સ્પર્ધકોમાંથી ૫૦૦ મીટરમાં બીજો નંબર અને ૨૫૦ મીટરમાં ત્રીજો નંબર મેળવેલ છે. બંને રેસમાં દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરી શાળાનું તથા વડોદરાનું ગૌરવ વધાર્યું છે.